દાદીમાનું વૈદુ કર્ડ આઇસ્ક્રીમ
કર્ડ આઇસ્ક્રીમ
ઘટકો
1 લીટર અમૂલ ગોલ્ડ મિલ્ક
1 ટેબલસ્પૂન દહીં
1 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
1 ટીસ્પૂન વેનીલા એસેન્સ
ગાર્નિશિંગ માટે:
કાજુ બદામની કતરણ અને કલરફુલ sprinkle
રાંધવાની સૂચનાઓ
1
સૌપ્રથમ દૂધ ગરમ કરો અને ઠંડુ થાય ત્યારે તેમાં એક ચમચી દહીં નાખો. સાત-આઠ કલાક પછી તે દહીં બની જશે.
2
હવે દહીંને કોટન નેપકિનમાં લપેટી લો. અને બધું પાણી નીતારી લો. સાતથી આઠ કલાક માટે ફ્રિજમાં મૂકો. જેથી બધુ જ પાણી નીકળી જશે અને દહીં ખાટા નહી થાય.
3
દહીંમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં વેનીલા એસેન્સ અને ડ્રાયફ્રુટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
4
આ મિશ્રણને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે સેટ થવા દો.
સાત-આઠ કલાક પછી જ્યારે આઈસ્ક્રીમ જામી જાય, ત્યારે આઈસ્ક્રીમ ને કોનમાં ભરી
Sprinkles થી ગાનિશ કરી સર્વ કરો.
