રસોઈ શો બટાકાની રોટલી
બટાકાની રોટલી
નોંધ : અહીં આપેલ વાનગીઓમાં જૈન/સ્વામિનારાયણ રેસીપી માટે જરૂર મુજબ ફેરફાર કરી લેવો, જેમકે બટાકા ની જગ્યાએ કાચા કેળા નો વપરાશ કરવો.
બટાકાની રોટલી
સામગ્રી : ૧ કપ બાફી , છોલીને ખમણેલા બટાટા, ૧/૨ કપ મેંદો, ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર, ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, ૨ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી, મીઠું સ્વાદાનુસાર, મેંદો વણવા માટે, તેલ રાંધવા માટે.
પીરસવા માટે - તાજું દહીં, અથાણાં.
રીત : એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી, તેમાં પાણી મેળવ્યા વગર સુંવાળી નરમ કણિક તૈયાર કરી ૧૫ થી ૨૦ મિનિટ સુધી બાજુ પર રાખો, તે પછી તે કણિકના ૬ સરખાં ભાગ પાડો, દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં થોડા મેંદાના લોટની મદદ વડે વણી લો, એક નોન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો, દહીં અને અથાણાં સાથે તરત જ પીરસો.
હાથવગી સલાહ : ખાસ યાદ રાખો કે અહીં જુના બટાટાનો જ ઉપયોગ કરવો