Top Ad unit 728 × 90

Breaking News

હેલ્થ

રસોઈ ની રાણી ભાત ની મોગણી

 ભાત ની મોગણી


ઘટકો

 20 મિનિટ

 4 વ્યક્તિ માટે

1 કપ રાંધેલો ભાત

1 કપ ઘઉંનો લોટ

1/4 કપ ઝીણી સમારેલી મેથી ની ભાજી અને કોથમીર

1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ

1/2 ચમચી લાલ મરચું પાઉડર

1/4 ચમચી હળદર પાઉડર

1/2 ચમચી જીરૂ

1 આખી ચમચી તલ

1/2 ચમચો તેલ મોણ માટે

મીઠું સ્વાદ અનુસાર

2 ચમચી દહીં

૧ ચમચી ખાંડ

1/4 ચમચી ગરમ મસાલો

તેલ જરૂર મુજબ મોગણી શેકવા માટે

સાથે સર્વ કરવા માટે: આથેલા મરચાં, કેરીનો છૂંદો, આમળાનો મુરબ્બો, પપૈયા નો સંભારો, કોથમીર ફુદીના ની લીલી ચટણી


કાર્યવાહી 


રાંધવાની સૂચનાઓ

1

સૌપ્રથમ એક કથરોટમાંમાં ઘઉંનો લોટ ચાળી લો. અને તેમાં ભાત સિવાયની બધી સામગ્રી ભેગી કરીને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી લો. જરૂર પડે તો પાણી ઉમેરો અને મધ્યમ નરમ કણક તૈયાર કરી લો.


કણકમાંથી એકસરખા લુઆ તૈયાર કરી લો પછી તેને વાણીને તાવી ઉપર બંને તરફ ચડવી લો.


મોગણી બંને તરફ ચડી જાય એટલે તેના ઉપર તેલ મૂકી વારાફરથી બંને બાજુ શેકી લો.


ગરમાગરમ તૈયાર કરેલ મોગણીને આથેલા મરચાં, કેરી નો છૂંદો, આમળાનો મુરબ્બો, પપૈયા નો સંભારો અને કોથમીર ફુદીનાની ચટણી સાથે મેં કરેલ છે.

રસોઈ ની રાણી ભાત ની મોગણી Reviewed by દાદીમાનું વૈદું અને રસોઈ શો on ઑગસ્ટ 18, 2024 Rating: 5

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

Blogger દ્વારા સંચાલિત.