Top Ad unit 728 × 90

Breaking News

હેલ્થ

રસોઈ ની રાણી પનીર વાલે વેજ પરાઠા જૈન

 પનીર વાલે વેજ પરાઠા જૈન


ઘટકો

 30 મિનિટ

 2 વ્યક્તિ

1 કપ ઘઉંનો લોટ

1 ચમચી તેલ મોણ માટે

ચપટી મીઠું

સ્ટફિંગ બનાવવા માટે:

100 ગ્રામ પનીર

2 નંગ કાચા કેળા બાફેલા

1/4 કપ અમેરિકન મકાઈ બાફેલી

1/4 કપ વટાણા, ફણસી બ્લાંચ્ કરેલા

1/4 કપ ત્રણેય રંગના બેલ પેપર્સ એકદમ ઝીણા ચોપ કરેલા

1 ચમચી લીલા મરચાની પેસ્ટ

1/4 ચમચી ગરમ મસાલો

ચપટી મરી પાઉડર

ચપટી જીરું પાઉડર

ચમચી ચાટ મસાલો

1/4 કપ ઝીણી સમારેલી કોથમીર

ચપટી સૂંઠ

મીઠું સ્વાદ અનુસાર

ઘી અથવા તો તેલ જરૂર મુજબ પરોઠા શેકવા



કાર્યવાહી 


રાંધવાની સૂચનાઓ

સૌપ્રથમ ઘઉંના લોટને ચાળીને તેમાં મીઠું અને તેલનું મોણ ઉમેરી તૈયાર કરીને ઢાંકીને એક તરફ રહેવા દો. બાફેલા કેળાનો માવો કરી લેવો અને બેલ પેપરને જીણા ચોપ કરી લેવા બ્લાન્ચ કરેલા વટાણા ફણસી મકાઈને પણ અધકચરા ક્રશ કરી લેવા. સ્મેશર ની મદદથી બધું બરાબર મિક્સ કરી લો.


હવે તેમાં હાથેથી મસળીને પનીર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.


કણેકને બરાબર તેલથી મસળીને તેના એક સરખા લુવા કરી તેમાંથી તેમાં જાડી રોટલી વણી વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી તેને ઉપરની બાજુથી પેક કરીને ફરીથી વેલન થી પરાઠા વણી લો પછી તેને બંને તરફ ગરમ થવા ઉપર મૂકીને સીજવી લો પછી તેના ઉપર તેલ અથવા તો ઘી મૂકી તેને સીજવી લો.


તૈયાર પરાઠાને સર્વ કરો.

રસોઈ ની રાણી પનીર વાલે વેજ પરાઠા જૈન Reviewed by દાદીમાનું વૈદું અને રસોઈ શો on ઑગસ્ટ 18, 2024 Rating: 5

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

Blogger દ્વારા સંચાલિત.