Top Ad unit 728 × 90

Breaking News

હેલ્થ

રસોઈ ની રાણી કાલી દાલ જૈન*

 *કાલી દાલ જૈન*

સામગ્રી

1/2 કપ અડદની ફોતરાવાળી દાળ

2 ચમચી ચણાની દાળ

2 ચમચી ઘી

1 ચમચી માખણ

ચપટી કસુરી મેથી

1 લીલુ મરચું

2 ચમચી ઝીણી સમારેલી કોથમીર ની દાંડી

ચપટી સૂંઠ

1/2 કપ છીણેલું ટામેટું

ચપટી હળદર પાઉડર

1/4 ચમચી ગરમ મસાલો

1/2 ચમચી લાલ મરચું

સ્વાદ અનુસાર

બનાવવાની રીત

સૌપ્રથમ બંને દાળને મિક્સ કરીને ધોઈને 1/2 કલાક માટે પલાળી દો. પછી તેમાં ચપટી મીઠું ઉમેરી કુકરમાં દાળને બાફી લો.

કડાઈમાં ઘીનો વઘાર મૂકી તેમાં હિંગ, હળદર, સૂંઠ અને કોથમીર ની દાંડી ઉમેરી એક મિનિટ માટે સાંતળો. પછી તેમાં ટામેટા ઉમેરી બાકીના કોરા મસાલા ઉમેરીને ઘી છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં બાફેલી દાળ ઉમેરી સાત/આઠ મિનિટ માટે કૂક કરી છેલ્લે તેમાં દેશી માખણ ઉમેરી બરાબર મિક્સ કરો.

તૈયાર એક બાઉલ માં લઈને સર્વ કરો.

રસોઈ ની રાણી કાલી દાલ જૈન* Reviewed by દાદીમાનું વૈદું અને રસોઈ શો on ઑગસ્ટ 21, 2024 Rating: 5

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

Blogger દ્વારા સંચાલિત.