રસોઈ ની રાણી જૈન દાલ બાટી,ચૂરમૂં સાથે લાલ ચટણી
જૈન દાલ બાટી,ચૂરમૂં સાથે લાલ ચટણી
ઘટકો
૩૦ થી ૪૦ મિ.
૩
દાળ માટે :
૧/૪ કપ - મગ ની ફોતરાવાળી દાળ
૧/૪ કપ - મગ ની પીળી દાળ
૫ ચમચી - અડદ ની સફેદ દાળ
૧ ચમચી - અડદ ની કાળી દાળ
૧ ચમચી - ચણા ની દાળ
૧ ચમચી - તુવરદાળ
૧ ચમચી - મીઠું (સ્વાદ મુજબ)
૧ ચમચી - શુદ્ધ ઘી
૧ ચમચી - જીરું
ચપટી - હીંગ
૧/૨ ચમચી - સૂંઠ પાઉડર
૨ નંગ - સૂકું લાલ મરચું
૧ ચમચી - કાશ્મીરી લાલ મરચું
૧/૪ ચમચી - આમચૂર પાઉડર
લાલ ચટણી માટે:
૧•૧/૨ ચમચી - કાશ્મીરી લાલ મરચું
૧ ચમચી - શેકેલા જીરાનો પાઉડર
ચપટી - હીંગ
૧/૨ ચમચી થી વધું - આમચૂર પાઉડર
૨ ચમચી શીંગદાણા નો ભૂકો
૧ ચમચી - તેલ
બાટી માટે :
૪ કપ - ઘઉં(ભાખરી) નો લોટ
૫ ચમચી - શુદ્ધ ઘી
૧ ચમચી કે સ્વાદ મુજબ - મીઠું
૧/૨ ચમચી - હાથ થી વાટેલ અજમો
૧ કપ - હૂંફાળું પાણી(ગરમ)
૧ ચમચી - તેલ (લોટ વટોળવા માટે)
ચૂરમૂં:૧]ગોળ ચૂરમૂં
૧ કપ - બાટી નું દળ
૧\૪ કપ - શુદ્ધ ઘી (જરુરીયાત મુજબ)
૧\૨ કપ - છીણેલ ગોળ
ચપટી - ઈલાયચી પાઉડર
૨] ખાંડ ચૂરમૂં
૧ કપ - બાટી નું દળ
૧/૪ કપ કે સ્વાદ મુજબ- દળેલી ખાંડ
૧/૪ કપ - શુદ્ધ ઘી (જરુરીયાત મુજબ લેવું)
ચપટી - ઈલાયચી પાઉડર
ગાર્નિશિંગ માટે:
૧ વાટકી - શુદ્ધ ઘી
રાંધવાની સૂચનાઓ
1
દાળ માટે:
2
બધી જ દાળ ને સરસ ધોઈ ને એક બાઉલમાં પાણી ઉમેરી ને ૧\૨ કલાક માટે પલાળીને બાજુ પર રાખો.
3
દાળ ને કુકરમાં કાઢી લો અને ૧\૨ ચમચી હળદર પાઉડર, ૧ ચમચી મીઠું, ૧\૨ ચમચી ઘી અને 1-1/2 કપ પાણી ઉમેરી બધું સરસ ભેળવી લો અને ઢાંકણ ઢાંકી ને ૪ સીટી બોલાવી લો.
4
હવે,જાડા તળિયા વાળી કઢાઈ માં ૧ ચમચી ઘી ગરમ કરી તેમાં ૧ ચમચી જીરું ઉમેરી લો,અને જીરું તતડે એટલે હીંગ,૧\૨ ચમચી સૂંઠ પાઉડર, ૧ સુકું લાલ મરચું અને ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી ને હલાવી લો ને તરત જ બાફેલી દાળ, સ્વાદ મુજબ-મીઠું(બાફતા વખતે ઉમેર્યું છે ઈ ધ્યાન રાખવું),૧\૪ ચમચી હળદર પાઉડર અને ૧\૨ ચમચી આમચૂર પાઉડર ઉમેરી હલાવો ને પછી ૨ કપ પાણી ઉમેરી ને હલાવી લો ને મધ્યમ આંચ પર ૧ મિનિટ ઉકાળો પછી ધીમી આંચ પર રાખી ને ૨ મિનિટ ઉકાળી લો..દાળ તૈયાર
5
લાલ ચટણી: એક બાઉલમાં દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું, ૧ ચમચી શેકેલા જીરાનો પાઉડર,ચપટી હીંગ,૧\૨ ચમચી આમચૂર પાઉડર, ૨ ચમચી શીંગદાણા નો ભૂકો, ૧\૨ ચમચી મીઠું ને ૧ ચમચી તેલ ઉમેરી ને બધું જ સરસ ભેળવી લો...લાલ ચટણી તૈયાર
6
બાટી:
7
એક પહોળા વાસણમાં ૪ કપ ઘઉં નો ભાખરી નો લોટ લઈ તેમાં ૧ ચમચી મીઠું, ૧\૨ ચમચી હાથ થી ક્રશ કરી ને અજમો, ૪ ચમચી આસપાસ ઘી ઉમેરી ને સરસ ભેળવી પછી થોડું થોડું પાણી (હૂંફાળું ગરમ)ઉમેરી ને બાટી નો લોટ બાંધી લો, અને ૧\૨ કલાક માટે ઢાંકી ને બાજુ પર રાખો.૧\૨ કલાક પછી લોટ ને મસળી ને એકસરખા લૂવા કરી સરસ ગોળ બાટી વાળી ને તૈયાર કરો.
8
બાટી કુકર ને ગેસ પર ગરમ કરી મધ્યમ આંચ પર રાખી ને છૂટી છૂટી બાટી મૂકી ને ૩ મિનિટ શેકો ને પછી ઉથલાવી ને ઢાંકણ ઢાંકી શેકાવા દો,બાટી સરસ શેકાઈ જાય એટલે કે બાટી માં તિરાડ પડે (ફાટશે) એટલે બાટી શેકાઈ ગઈ હોય બાટી તૈયાર.
9
કુકર માં થી કપડાં માં બાટી લઈ બે હાથ થી હળવેકથી દબાવી ને ઘી ભરેલ વાટકા માં ૨૦ સેકન્ડ સુધી ડૂબાડી ને પછી સર્વ કરો.
10
ચૂરમૂં
11
બાટી હાથ થી તોડી મિક્ષચર જાર માં દરદરી કર્શ કરી લો ને તે દળ ના બે સરખાં ભાગ કરી લો.૧ કપ બાટી ના દળ માં દળેલી ખાંડ, ઈલાયચી પાઉડર ને જોઈતું ઘી ગરમ કરી ને ઉમેરી ને સરસ ભેળવી લો ને તૈયાર ચૂરમૂં બાઉલમાં માં કાઢી લો.
12
એક કપ બાટી ના દળ ને બાઉલમાં લઈ લો.હવે,કઢાઈ માં ઘી ગરમ કરી છીણેલ ગોળ ઉમેરી ને ગોળ પિંગળે એટલે દળ માં ઉમેરી દો,ઈલાયચી પાઉડર ઉમેરી ને સરસ ભેળવી લો...ગોળ ચૂરમૂં તૈયાર
13
ગરમાગરમ દાળ વાટકી માં કાઢી ને ચમચી ઘી ઉમેરી દો.હવે, થાળી માં દાળ, લાલ ચટણી, ગોળ ચૂરમૂં, ખાંડ ચૂરમૂં,ઘી અને બે બાટી થાળી માં રાખો, હવે,એક બાટી ને તોડી ચૂરો કરી,ઘી ઉમેરી ભેળવી લો અને દાળ ઉમેરી ને ઉપર થી લાલ ચટણી ઉમેરી જમો...મજા આવી જાય હો..