દાદીમાનું વૈદુ રાગી મસાલા રોટી
રાગી મસાલા રોટી
સામગ્રી
15 મિનિટ
3 પિરસવાનું
1 1/2 કપ રાગીનો લોટ
1 ચમચી ઘી
એક ચપટી કોથમીર
1/4 કપ ગાજર (છીણેલું)
1/4 કપ બીટરૂટ (બાફેલી-છીણેલી)
3/4 કપ લીલી ડુંગળીના પાન (ઝીણી સમારેલી)
સ્વાદ મુજબ મીઠું
1/4 સફેદ તલ
1 ચમચી કોથમીર (ઝીણી સમારેલી)
1/4 ચમચી આદુ-મરચાની પેસ્ટ
ઘી (ગ્રીસિંગ માટે)
રસોઈ સૂચનો
1
સૌ પ્રથમ એક પેનમાં 1 કપ પાણી ગરમ કરી તેમાં ઘી, રાગીનો લોટ, ધાણાજીરું અને મીઠું નાખીને લાકડાના ચમચા વડે હલાવો. ગેસ બંધ કરો અને 2-3 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દો. ગાજર, લીલી ડુંગળી અને બીટરૂટ ઉમેરો અને આદુ-મરચાં, કોથમીર અને તલ ઉમેરો.
એક સરખા લુવા બનાવો. રોલિંગ પિનની મદદથી તેને સહેજ ચપટી કરો. તેને તવા પર બંને બાજુ બેક કરો.
તેને ફરીથી ગેસ પર બંને બાજુથી તળી લો, ઘી લગાવો અને ગરમાગરમ સર્વ કરો.

ટિપ્પણીઓ નથી: