Top Ad unit 728 × 90

Breaking News

હેલ્થ

રસોઈ ની રાણી ચણા દાળ અને દૂધી નાં દાળવડાં

 ચણા દાળ અને દૂધી નાં દાળવડાં

ઘટકો

 25 મિનિટ

 2 વ્યકિત માટે

1 કપ ચણા ની દાળ

1/2 કપ છીણેલી દૂધી

1/4 કપ ઝીણી સમારેલી કોથમીર ડાળી સાથે

3 નંગ ઝીણા સમારેલા લીલાં મરચાં

1/4 ચમચી હિંગ

1/4 ચમચી સુકુ આદુ

સ્વાદાનુસાર મીઠું

જરૂર મુજબ તેલ તળવા માટે

ચપટી ખાવા નો સોડા

સર્વ કરવા: લીલી ચટણી, તળેલા લીલાં મરચાં, ટોમેટો કેચઅપ




રાંધવાની સૂચનાઓ

ચણા ની દાળ ને 2/3 વાર ધોઈ ને ચપટી ખાવા નો સોડા ઉમેરી ને 7/8 પલાળી રાખો.


દાળ માં થી પાણી નિતારી લો અને ચણા ની દાળ મિસર જાર માં ક્રશ કરી લો. તેમાં છીણેલી દૂધી, કોથમીર, લીલાં મરચાં,હિંગ, સુકુ આદુ, મીઠું સ્વાદાનુસાર ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.


એક કડાઈ માં તેલ મૂકી તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા ખીરા માં થી દાળવડાં સોનેરી લાલાશ પડતાં તળી લો.


તૈયાર દાળવડાં ને કોથમીર મરચાં ફુદીનો ની ચટણી અને તળેલા લીલાં મરચાં, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.


અહીં સાથે મેં મિક્સ ફ્રૂટ મોકટેલ સર્વ કર્યું છે.

રસોઈ ની રાણી ચણા દાળ અને દૂધી નાં દાળવડાં Reviewed by દાદીમાનું વૈદું અને રસોઈ શો on ઑગસ્ટ 16, 2024 Rating: 5

સંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

મેસેજ *

Blogger દ્વારા સંચાલિત.