રસોઈ ની રાણી તીખી બુંદી નું રાયતુ
તીખી બુંદી નું રાયતુ
ઘટકો
૧૦ મિનિટ
૨ વ્યક્તિ
૧/૨ કપ દહીં
૧ ટેબલસ્પૂન તીખી બુંદી
મીઠું સ્વાદ મુજબ
૧/૨ ટીસ્પૂન જીરુ પાઉડર
૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો
૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
બનાવવાની રીત
સૌપ્રથમ બુંદીને એક વાટકામાં પાણી નાખી બે થી ત્રણ મિનિટ માટે પલાળી રાખવી. એટલે ભૂલીને સોફ્ટ થઈ જશે.દહીંને એક બાઉલમાં લઈ અને બરાબર ફેંટી અને મિક્સ કરી લેવું. હવે તેમાં મીઠું, લાલ મરચાં પાઉડર, જીરા પાઉડર,ચાટ મસાલો એડ કરો અને મિક્સ કરો.
હવે બુંદીમાંથી પાણી નિતારી લેવું. ફેંટેલ મસાલા વાળા દહીંમાં આ બુંદી નાખો. લીલા ધાણા નાખો મિક્સ કરો.
તૈયાર છે દહીં બુંદી નું રાઇતું.